એકવાર માધવ તું આવ ને...
તારી વાંસળીના સૂરો રેલાવ ને...
બહું બધો ભાર છે હૃદય માં...
ઉકળાટ છે દુનિયાનો મનમાં....
જીવન તો ઘડીક લાગતું મસ્ત...
બાકી તો બધું લાગે અસ્ત વ્યસ્ત....
તું આવીને સરગમનો જાદુ ચલાવને...
તારા સૂરમાં સૌ ને ઘેલા બનાવ ને...
ગીતાના શ્લોકો તો સૌ કોઈ ગાઈ છે...
તારી વાતો નો તો સૌ કોઈ ને માન છે...
પણ બસ,આટલેજ બધા અટકેલા છે...
જીવન કૃષ્ણમય બનાવવા ભટકેલા છે...
તારા ઉપદેશ થી કઈ ચાલશે નહીં...
તારા વગર અહીં કોઈ માનસે નહીં...
તારી વાંસળી નો જાદુ ચલાવને...
ઉર ઉરમાં આનંદ પ્રગટાવને...
સમજ નો તો અતિરેક ચાલે છે...
સૌ કોઈ ને નિજ કર્મ શ્રેષ્ઠ લાગે છે...
પોતે કરે એ પુણ્ય ને બીજા કરે એ પાપ લાગે છે...
ધર્મ - અધર્મ ની વાત જ ક્યાં કરવી...
બીજાની લાગણી સૌ કોઈ ને પાખંડ લાગે છે...
તારે એક વાર માધવ આવવું જ પડશે...
તે કહ્યું હતું એ ફરી થી સમજાવું પડશે...
વાંસળી થી મનને ડોલાવું પડશે...
વૃંદાવન તારે બનાવું પડશે...
એકવાર તો તારે આવું પડશે...