પોતાના પહેલા હંમેશા પરિવારનું વિચારે છે,
ચહેરા પર હાસ્યનો નકલી મુખોટો સજાવે છે,
પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે.
માતા-પિતાના સ્વપ્નો પૂરા કરતો રહે છે,
અને સંતાનોના ભવિષ્યની ચિંતા સતત કરતો રહે છે,
પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે.
સંતાનોને મજબૂત બનવા હંમેશા પ્રેરતો રહે છે,
આંસૂઓને હંમેશા બધાથી છૂપાવતો રહે છે,
પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે.
પરિવાર ઉપર આવતા દુઃખો એ ઝીલે છે,
વખાણના બે બોલ સાંભળવા એ પણ ક્યારેક ઝંખે છે,
પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે.
કેમ જીવવું એ પોતાના પરિવારને શીખવાડતો જાય છે,
પણ પોતાના માટે જીવવાનું ભૂલી જાય છે,
પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે.
- ધવલ પુજારા "શ્વેત"
-Dhaval Poojara