ભટ્ટ ભરપૂર વટ કરે, ને લાડુ કરે છે ચટ્ટ.
બ્રાહ્મણનાં ઘરમાં, મોજ કરે તેને ભટ્ટજી કહેવાય .
વ્યાસ ગ્રંથમાં વાસ કરે, ને લખાણ કરે મસ્ત.
અજ્ઞાની ને જ્ઞાન દે છે, ધરતી પરનાં વ્યાસ કહેવાય.
ઠાકર બધાં રાજ કરે, ને છે એમનો ઠાઠ,
સાકરની જેમ ભળી જાય, એમને ઠાકર કહેવાય.
દવે તો આનંદ કરે, એ દિનદયાળ થાય.
દુખીઓનું દુખ દૂર કરે, એ દવે કહેવાય.
રાવલ રચના કરે, ને સૌનું પાલન થાય.
બાવળને દૂર કરે જે, એ રાવલ કહેવાય.
પંડ્યા પાવન કરે, ને સૌનું ઘડતર થાય.
પંડિત બનીને જીવે, ત્યારે પંડ્યા કહેવાય.
ત્રીવેદી ત્રણ વેદ કરે, ને તે તરતાં થાય.
વેદના હ્રદયની સમજે, તે ત્રીવેદી કહેવાય.
જોષી કુંડળી ઠીક કરે, ને જે જ્યોતિષ થાય.
ગ્રહ પીડા દૂર કરે, તે સાચ્ચો જોષી કહેવાય.
આચાર્ય વિચાર કરે, ને તેને આભાસ થાય.
જે થોડામાં ઘણું કરે, તે આચાર્ય કહેવાય.
ઉપાધ્યાયજી અધ્યયન કરે, ને તે શીક્ષીત થાય.
નિખાલસ જીવે જિંદગી, તે ઉપાધ્યાય કહેવાય.
માનવધારે.મહેતા રોજ કરે મોજ તેનાં તોલે ના કોઇ થાય
સ્વભાવે હોય શાંત એ મહેતા કહેવાય.
*તમામ ભૂદેવો ને... પ્રણામ. હર હર મહાદેવ. ૐ નમઃ શિવાય.*
🙏🙏🙏🌹🌹😊😊😊