જયારે અમે વીસી હાઇસ્કુલ માં ઘો 10માં હતા ત્યારે મોરબી માં ફરી વાર 'જાની દુશ્મન 'નામની
રહસ્યમય ભૂત કથા વાળી ફિલ્મ આવેલી
મને અને મારા મિત્ર જગત ને આ મુવી જોવાની તીવ્ર ઇચ્છા થઈ પણ સમયકાઢવો -ઘરે થી મન્જુરી
લેવી વગેરે ખુબજ અઘરું કાર્ય
એક ગુરુવારે મિત્ર જગાએ મને કહ્યું આજે છેલ્લો દિવસ છે ફિલ્મ તો જોવીજ છે
બપોર 12 થી 3 માં જૂની ફિલ્મો આવતી અને
સ્કૂલ 12.30 એ છૂટે તો મેળ પડે નહીં આ થી
મેં કહ્યું એક દીવસ સ્કુલ ની રજા રાખી દઈએ , તો જગત કહે ના યાર
પેલો 'દવે' સર છે એનો પીરીયડ મિસથાય તો તે બીજે દીવસે લોહી પીશે આમેય ઇ મારો જાની દુશ્મન જ છે એટલે રજા નહિ આપણે રીસેસ માં આવતાં રહીશું મેં કહ્યું ok અમે સ્કુલે ગયા પણ તે
દિવસે અમારા ક્લાસ માં દવે સાહેબ (નામ બદલ્યું છે)પોતેજ ગેરહાજર હોવાથી અમોને ખુબજ અફસોસ થયો
અમે પ્લાન મુજબ રીસેસ માં ગાપચી મારી અને ખૂબ મજાથી ફિલ્મ એન્જોય કરી
બીજે દિવસે હજુ અમે અમારા કલાસ હતા
ભૂતિયા મુવી નો નશો હજુ ઉતર્યો ન હતો
દવે સર નો ત્રીજા પીરીયડ હતો સર આજે મૂડમાં હતા તેને કહ્યું "તમને ફ્રેશ કરવા તમને એક ફિલ્મની સ્ટોરી ટૂંકમાં કહું છું "
અને સર 'જાની દુશ્મન ફિલ્મ ની સ્ટોરી રહસ્યમય રીતે કહેવા લાગ્યા પણ તેને વાર્તા માં બે ભૂલો કરી
જગો ઉત્સાહ માં આવી સાહેબ ની ભૂલો સુધારવા
જતો હતો પણ મેં તેનો હાથ જોરથી દબાવી રોક્યો
(સત્ય ઘટના હોવાથી સાહેબ નું સાચું નામ લખ્યું નથી)
અશોક પટેલ -'આકાશ'