એક વાર આવી તો જોવો અમદાવાદ,
રેહવાનું મન થઇ જશે અવાર નવાર,
સવાર ના કાંકરિયા લેક ની મારી લટાર,
નાસ્તો કરવા લાગી જાય લોકો ની લાંબી કતાર,
વરસાદી મોસમ માં સાબરમતી લાગે એવી શાનદાર,
જ્યાં રીવરફ્રન્ટ ના મોર્નિંગ વોક સાથે થાય છે સવાર,
અહી રાયપુર ના ભજીયા ખાવા મન થાય વારંવાર,
જ્યાં માણેકચોક ની ખાની પીણી તો રાતે જ ભરાય,
લાલદરવાજા નું બજાર જોયા વગર તો ના જ રેવાય,
સીદી સૈયદ ની જાળી વગર અમદાવાદ નું નામ જ ના કેહવાય,
રતન પોળ ની મુલાકાત કર્યા વગર તો ના જ રેહવાય,
ક્યાંક લૉ ગાર્ડન નું પાથરણાં બજાર નજરે ચડી જાય,
તો ક્યાંક નેહરુ નગર ગઠીયા રથ ના ગઠીયા વખણાય,
પરદેશી પણ સહેલાઇ થી રેહવા ટેવાઈ જાય,
એ શહેર ને કેહવાય છે મારું અમદાવાદ,
હરી ફરી ને કયાંક પાછો ન પડે એને અમદાવાદી કેહવાય..!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!