Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtube.com/shorts/1M7ykYE7bd8?feature=share

ગુરુપૂર્ણિમાના દિવસે સર્વે ગુરુજનોને દિલથી કોટી કોટી વંદન.

આજ રોજ મારી એક રચના અહીં રજુ કરું છુ તો સર્વે મિત્રો પ્લીઝ યૂટ્યૂબ પર નિહાળજો અને પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ જરૂર કરજો.😊🙏

શીર્ષક - "અંધકાર ભગાવીએ".

દીપક પ્રગટાવી ચાલો અંધકાર ભગાવીએ,
ખોવાયેલ ઉમ્મીદને ફરી એકવાર જગાડીએ.

હતાશામાં ઉતરેલાને ચાલો હિંમત જગાડીએ,
એકલતાને દુર કરાવી આત્મીયતા વધારીએ.

મનથી મુરઝાયેલાના મનમાં ઉમંગ વધારીએ,
સુકાઈ ગયેલી આંખોમાં ફરી સ્વપ્ન બતાવીએ.

નાત-જાતના વાડાથી ઉપર ઊઠી માનવતા અપનાવીએ,
માણસ છીએ તો ચાલો માણસાઈની જ્યોત પ્રગટાવીએ.

ધર્મ-અધર્મની વાત છોડીને કર્મનો રસ્તો અપનાવીએ,
શરૂઆત આપણાથી જ કરી લાંબી લાઈન લગાવીએ.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.'રાહગીર'.
ઉંટવા.

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111734605
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now