જીવન મમઁ
૧) નસીબ/ભાગ્ય:-
જયારે નદીમાં વહેતાં ધસમસતા પ્રવાહ ની જેમ જીવન અખૂટ વહેતું હોય ને ઈશ્વર પ્રેરિત પરીક્ષા આવી પડે જેમાં કયારેય ના સમજાયેલી, અનુભવેલી અદશ્ય ઘટનાઓ નો સાક્ષાત્કાર થાય એ નસીબ કે ભાગ્ય...
૨) નિષ્ફળતા:-
કુદરતે આકારેલ આઉટ ઓફ વે નાં પ્રસંગો માથી પસાર થઈ જે પરિણામ આવે જેમાં દુઃખ, હતાશા અને કશુંક અંદર થી ખૂટી રહયા નો એહસાસ અનુભવાય જે માણસ માં વધુ નેગેટિવિટી લાવે એ નિષ્ફળતા...
૩) હિંમત:-
આવી પડેલી આપદા માં પણ નિષ્ફળતા નો માર સહી તમામ શકિત કામે લગાડી ફરીથી અડીખમ ઊભા થઈએ ને જીત ની આશા બાંધીએ એ હિંમત...
૪) સાચું સુખ :-
પોઝિટિવ, નેગેટિવ તમામ લાગણીઓ અને પરિસ્થિતિ ને વશ માં કરી કશુંય મેળવ્યા વગર પણ આનંદિત રહીએ , હાસ્ય ને અસ્ખલિત વહાવીએ એ સાચું સુખ...
૫) આત્મસંતોષ:-
મુશકેલીઓ થી ઝઝુમી કષ્ટમય સમય માં પણ ખુશીઓને રેલાવીએ ને જે પ્રાપ્ત થાય તેને નિઃસંકોચ સ્વીકારી તૃપતા અનુભવીએ એ આત્મસંતોષ....
૬) સફળતા:-
સંઘર્ષ ને પચાવી, ફરી આગળ વધવાનું જોમ રાખીએ ,નિરંતર પ્રયત્ન માં લીન રહીએ ને ભાગ્ય ની દેવી અનરાધાર વરસે ને અંતે જે પ્રાપ્ત થાય એ સફળતા...