Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સાથ કે સલાહ "

માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે એ એક સાથ ઝંખતો હોય છે. રડવાને એક ખભો શોધતો હોય છે. "બધું જ સારું થઈ જશે" આવું કહેનાર એક વ્યક્તિની દરેક માણસને જરૂર હોય છે. ઘણાં બધા માણસોને એવું કહેતા સાંભળ્યાં છે કે, "જરૂરત પડ્યે કોઈ સાથ નથી આપતું બધા સલાહ આપીને જતા રહે છે." હવે સવાલ એમ થાય કે, સાથ મહત્વનો કે સલાહ મહત્વની?? મારા માટે તો સાથ અને સલાહ બને મહત્વના છે. સાથ આપનાર વ્યક્તિ સાથે બે ઘડી દુઃખ વહેંચી લેશો. ખભે માથું મૂકીને રડી લેશો પણ રડી લીધા બાદ શુ કરશો? રડ્યા બાદ લડી લેવાનું હોય છે. એ લડી લેવાની તાકાત પણ કંઈ એમને એમ નથી આવતી. કોઈ એક સાચા માણસની સાચી સલાહ જ આવા સમયે કામ લાગતી હોય છે.

આપણે ગીતા વાંચી હોય કે ના વાંચી હોય પણ તેમાંથી એક ઉદાહરણ તો હંમેશા સમજવા જેવું છે. જ્યારે અર્જુનનાં મનમાં પોતાના જ સ્વજનો સાથે યુદ્ધ કરવાનો વિષાદ જન્મે છે. ત્યારે તે હારી જાય છે. હાથમાંથી ગાંડીવ છુટી જાય છે અને શુ કરવું શું ના કરવું કંઈ જ સમજાતું નથી. બસ આ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથ પછી અને સલાહ પહેલા આપે છે. ભગવાન દરેક અધ્યાયમાં, માતા પોતના બાળકને સમજાવે એ રીતે અર્જુનને સમજ આપે છે. જરાક વિચારો કે, કદાચ એ સમયે ભગવાને અર્જુનને માત્ર ખભો આપીને રડવા દીધો હોત અને માત્ર સાથ જ આપ્યો હોત તો!! ભગવાન પોતે સલાહ આપવામાં માને છે. આગળ યુદ્ધ કરવું કે ના કરવું એ અર્જુનની ઈચ્છાની વાત હતી પણ સાચી સલાહ આપીને પ્રોત્સાહીત કરવું એ , એક મિત્ર તરીકે, એક સારથી તરીકે, એક ગુરુ તરીકે કૃષ્ણને વધારે યોગ્ય લાગ્યું.

જે વ્યક્તિ તમને સાચી સલાહ ના આપી શકે ને એ તમને સાચો સાથ પણ ના જ આપી શકે. સાથ અને સલાહ બને અંતે તો એક જ છે. જે સલાહ આપે છે એ સાથ પણ આપે જ છે. સાથ વગર સલાહ અધૂરી છે. સાચી સલાહ અને સાચા સાથને ઓળખવું એ આપણા ઉપર રહેલું છે. સાથ અને સલાહ આપનાર વ્યક્તિ તમને રસ્તો બતાવશે. એ રસ્તે ચાલવું તો આપણે જાતે જ પડશે. એક વાત પણ યાદ રાખવી કે, "જીવનના રસ્તાઓના કોઈ નકશા નથી હોતા. અનુભવના ગી.પી.એસ વડે, જે મળે એ જ તમારી મંઝિલ.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

તું એક પ્યાસા ઓર યે નદી હૈ
કાહે નહીં ઇસકો તું ખુલકે બતાયે
તેરી નિગાહેં, પા ગઈ રાહેં
પર તું યે સોચે, જાઉં ના જાઉં
યે જિંદગી જો, હૈ નચાતી તો
કયું બેડીયો મેં હૈ તેરે પાંવ
પ્રીત કી ઘુન પર, નાચ લે પાગલ

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111731179
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now