સમજાય છે
જિંદગીને દોડાવ્યે રાખી અલ્પવિરામ સાથે,
શાંતિ ને સંતોષ પૂર્ણવિરામ છે અંતે સમજાય છે.
કિંમત -સમય, તબિયત અને સંબંધની,
સરકી જાય પછી જ સમજાય છે.
વરસાદમાં તો બધું લીલું જ દેખાય છે,
સબંધોની ખરી પરખ પાનખરમાં સમજાય છે.
લઘુકોણ ગુરુકોણ ષટકોણ ત્રિકોણ બધું ભણ્યા,
આપણું કોણ તે સમયે જ સમજાય છે.
ખિલવા અને ખરવાની વચ્ચે મહેકતા રહે,
તે જ સુવાસ ફેલાવી શકે તે સમજાય છે.
જવાબદારી અને જરૂરિયાત વચ્ચે સ્વપ્ન સંતોષે,
તે જિંદગી ની ક્ષણો માણી શકે તે સમજાય છે.
મિત્ર ચિત્ર અને ચરિત્ર પોતે જ પોતાનો પરિચય છે,
પારખા તેના ન કરવાના હોય તે સમજાય છે.
જીવનની ગોઠણમાં જિંદગી ડૂબેલી રહે છે,
તેથી અસ્થિ નદીમાં પધરાવાય છે તે સમજાય છે.
ઉર્વશી એચ ત્રિવેદી