છાનું છપનું સપનું તારું ને મારું જોને કેવું રંગીલુ..
કેવું રંગીલું છાનું છપનું સપનું તારું મારું..
સપ્તરંગી આ સપના માં માત્ર તું અને હું... "Anumay"
હા માત્ર તું અને હું....
દિલ ની દરેક વાતો કરી એ એકબીજાને..
અને હૈયું હળવું કરી એ...
ના હોય કોઈ નારાજગી..
બસ હોય માત્ર સ્નેહ..
હું કરું તારી, તું કરે મારી
બસ હોય એક જ વાત નો વિષય હું અને તું..
છાનું છપનું સપનું તારું ને મારું જોને કેવું રંગીલું..
કેવું રંગીલુ છાનું છપનું સપનું તારું મારું..
સપના માં વિહરી એ સપનામાં વિતાવીએ એ ક્ષણો
જ્યાં બસ હોય હું અને તું... Bindu Anurag