Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં આપણે એટલી ફરિયાદો કરીએ છીએ કે તેના કોઈ લેખાજોખાં નથી ‌હોતા.. હરહંમેશ દરેક વાતમાં ,દરેક વસ્તુથી, દરેક માણસની ઈષ્યૉથી ,કે મને આ પ્રાપ્ત નથી થયું ?મને આમ શું કામ? મારી સાથે જ આવું કેમ થયું? શું કામે આમ બન્યું?આ  બધું જ વિચારવા કરતાં શું આપણે એમ ન વિચારી શકીએ કે ઓહ્! આજે તો  મારા જીવનમાં આટલું સરસ બન્યું, આજે મેં પ્રકૃતિને મન ભરીને માણી, આજે હું મારા બાળકો સાથે સમય પસાર કરી શક્યો ,આજે મારી થાળીમાં આ પિરસાયુ,  આજે મારી પાસે આ છે, હું આજે આમ કરીશ..આવુ કેટલું બધું સારું કેમ નથી વિચારી શકતા અને આપણે હંમેશા જીવનમાં માત્ર ફરિયાદ જ કર્યે છીએ ફરી કોઈ યાદ કરે એવું જીવન આપણે શું કામ નથી જીવી શકતા? કે ચાલો આજે કોઈ ના હોંઠો પર નું હાસ્ય બનીએ, કે ચાલો આપણે કોઈ ના દુઃખના સમયમાં સાથ આપીએ ,ચાલો કોઈ માટે ખુશીનું કારણ બનીએ, ચાલો કોઈ ની થાળી માં એવું પીરસીએ કે જે તેને જીવનમાં ક્યારેય ન મળ્યું હોય, કે ચાલો કોઈના જીવનમાં કંઈક એક એવું કરીએ જે હંમેશા એને યાદ રહે સારી યાદ બનીને....
જિંદગીનો કોઈ ભરોસો નથી ક્યારે છીએ ના હતાં થઈ જશું કોને ખબર ? એટલા માટે આ જીવનને સાર્થક ન બનાવી શકીએ કેજીવન એવું જીવીએ કે ભલે ટુંકુ હોય પણ યાદગાર હોય .સો વર્ષ જીવી ને કોઈને કંઈ કામ ન આવીએ તો શું કામનું એ જીવન, તથા જીવનને સાર્થક બનાવીએ તો ?શું કરવું છે એટલું જ બધું જીવીને પણ આપણે ચાલો ને એવું કરીએ કે આપણે કોઈના હૃદયમાં સ્થાન પામી એ એવું કરવું છે કંઇ માત્ર વિચાર જ નથી કરવાનો અને આમ પણ કાલ કોણે દીઠી છે એક સુંદર પંક્તિ મને યાદ આવે છે કે "ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, મન તું મુક્તિ માગે તો થોડી કઈ મળી જવાની છે" પણ આપણે બસ આપણું જીવન આમ જ વ્યક્ત કરતા રહીએ છે કોઈ માટે વિચારીએ તો છીએ પણ કશું જ કરતા નથી.. Bindu Anurag
હા એ સત્ય છે કે ઈશ્વર ની આગળ કોઈનું નથી ચાલતું જીવન એના હાથમાં છે પણ જેટલું જીવન મળ્યું છે તેટલું જો યોગ્ય રીતે જીવી લઈએ તો આપણે સાર્થક કર્યું ગણાય...

12/06/21. 09:00 AM

Gujarati Blog by Bindu : 111728648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now