છપ્પરફાડ ક્યા જોઈયે
કોક છાપરું નખાવી દ્યે તોય બઉ છે
ખૂશ હું એમ જ રઈ લઇશ
ખાલી તારી ખુશ્બુ આવે તોય બઉ છે
રોજ રખડવાની વાત ક્યા કરુ છું
એકાદ મુલાકાત જડે તોય બઉ છે
ઘી ગોળ તારા તને મુબારક
આયા તો રોટલો ને છાસ મળે તોય બઉ છે
વાત તને પામવાની નથી કરતો
તારી એકાદ નિશાની મળે તોય બઉ છે
આમ તો બઉ સસ્તો છું હું
તું ખાલી હરરાજી માં ભાગ લે તોય બઉ છે
અને પાંદડે પાંદડે લખી દઉ નામ
તું થોડૉક છાયડો લે તોય બઉ છે
અને આપડા વેવિશાળ ની વાત જવા દે
તું ખાલી કંકોત્રી મોકલે તોય બઉ છે
- સ્મિત