હું ખોવાયો ખુદથી ,દો’ને ખુદને ખોળી લઉં
જો જડી જઉ ખુદને, ભરવા હાથે ઝોળી લઉં
તમે સાંભળો તોયે,કહીશ નહીં વાત હું ખુદની
બસ ખુદના હર ખતને, હું ખોળી-ખોળી દઉં
ના વાંચો ભાવથી, મને કંઈ ફિકર નથી
કેમકે હર ખત હું ,લાગણીમાં ઝબોળી દઉં
છો નાસમજ-નાદાન,પણ એટલું જાણો
કે વ્યર્થના વ્યાપારમાં, હું શાને બોણી દઉં?
થાય નફો-નુકશાન!, મને કંઈ ફિકર નથી
લો,આપની ઈચ્છાને, હું શ્વાસે જ ઘોળી લઉં
હવે મારો છ ફાયદો, નુકશાન તમારું જ
કે આપનું જ નામ હું,ક્યાંયે ના બોલી દઉં!
હું વ્યવહારે છું કુશળ,તું ન કરતો વ્યર્થની ચિંતા
તું -મુજમાં ને તુજમાં બધાંય છે,
તો કે’ હું સલાહ કોની લઉં?
એથી જ ખોવાયો ખુદથી,ખુદા ખુદને ખોળી લઉં?
જો મળી જઉ ખુદને તો ભરવાને ઝોળી લઉં?
ઝલક