હું તને પડતો મૂકીને જાઉં નૈ!
ને જાઉંતો ભી હુંજ પાછો આવું નૈ?
રાખ તારી પાસ બસ તારી સલાહ
હું તો તારી ધાકથી ગભરાઉ નૈ
પલટ,પડછાયા ભણી જો કોણ છે?
ને તું કહેછે તારી સાથે આવું નૈ!
દેહ તારોછે તો ભૈ સમજે છે શું?
શ્વાસ લેવા હું અંતર વધાવું નૈ?
લાગણીની દોર પાકીછે સખા
મન ભંવરમાં હું કદિ ગૂંચવાઉ નૈ
આલી દે’ને સાથ થોડો જ ચાલશે
બાદમાં હું દૂર દોડી જાઉં નૈ?
તે વિચાર્યું એ ભી સાચું છે સખા
કે બધાંને હું કંઈ દેખાઉં નૈ
હું ગાંડોને તું ઘેલો ભૈ મેળ છે
મેળ વિના આવે સખા ભાવ નૈ
હું તને પડતો મૂકીને જાઉં નૈ?
ને જાઉંતો શું હું જ પાછો આવું નૈ!
ઝલક