વીતી ગયેલી ક્ષણ પાછી આવતી નથી,
તો પણ બચપણ યાદ પણ પાછી ક્યાં જતી નથી.
દસ પૈસાનો ગોલો હોય, કે અરગનો ગોલો હોય.
પાન પીપર, અને પાંચે આંગળીએ ભુન્ઘરા હોય.
હવે ઘરમાં આંગણ નથી, દોસ્ત જેવો કોઈ સાજણ નથી.
બચપણ ની શરૂઆત થઈ, ત્યાં તો જવાની આવી ગઈ.
ઓફિસ દફતરના કામમા, આ ખુશી ની બે ઘડી મડી ગઈ.
નર કહે એમાં મોજ પડી જાય, જો થોડી વરસાદ ની ફોજ પડી જાય.
ટુટેલા કાગળ ની હોડી હોય,અને એમાં શેરીની નદી મળી જાય.
નર