*કર્મના સિદ્ધાંત નું માર્ગદર્શન. ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.*
*🙏૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.*
*🙏૨ - પહેલાં ના લોકો લોટ જેવા હતા, લાગણી નુ પાણી નાંખી એ તો ભેગા થઈ ને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણી નુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.*
*🙏૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,*
*🙏બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.*
*🙏૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.*
*🙏૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયત માં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.*
*🙏૬ - તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે.*
*🙏૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે. અને સંબંધો માંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.*
*🙏૮ - જીવન માં સ્વાર્થ પુરો થઈ ગયા પછી, અને શરીર માંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈ ની રાહ જોતું નથી.*
*🙏૯ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે.*
*🙏૧૦ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે, નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.*
*🙏૧૧ - આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.*
Keep smiling with 😷