કોઈ ઝુમકાની દુકાન આગળથી પસાર થાય તો એકાદ ગમતા ઝુમકાનો રણકાર મોકલજે.
કોઈ ફૂલોની દુકાન આગળથી પસાર થાય તો એકાદ ગજરાની સુગંધ મોકલજે.
કોઈ વાસણની દુકાનોમાં ક્યાંક લટકતી એક ગળણી દેખાય તો સાંજનો ચળાયેલો તડકો મોકલજે.
ક્યાંક પાણીપુરીની હાટડી દેખાય તો તીખું-મીઠું તારું મને સ્મિત મોકલજે.
અને જો,
રસ્તામાં તારા કોઈ નદી કે વહેળો પડતો હોય તો તારા મુખનું મને એક પ્રતિબિંબ મોકલજે.
ફરી લઈશ હુંય અડધી બજાર અદૃશ્ય મિત્ર બનીને...
#નિર્મોહી