" થાક ઘડપણનો "
હાથમાં હોય હાથ જો હમસફરનો;
તો પછી લાગે નહીં થાક ઘડપણનો;
એકલતામાં લાગે ચમન પણ ફિક્કું,
સનમના સંગાથે જામે રંગ રણનો;
દિવસો વિરહના થઈ જશે પસાર,
સદા સાથ છે જો એના સ્મરણનો;
સફર થાય આસાન કબર સુધીની,
મળી જાય સથવારો એક જણનો;
મળ્યો સંગ ઘડીભર જો હમસફરનો
તો, ન રહ્યો ડર "વ્યોમ" હવે મરણનો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.