મને ગમે છે
તારી કલ્પનાઓ કરવાનું.
જાણે
અજાણ્યા શહેરની, અજાણ્યા કમરાની, અજાણી બારીમાંથી
અજાણ્યા આકાશને તાકતી હું.
જાણે
તારી તરફ પડતા મારા વાંસાને
અણધાર્યો જ
સ્પર્શતો તુૃં.
જાણ્યા-અજાણ્યા રોમાંચથી
બીડાઈ જતાં મારી આંખોના પોપચાં પર
વહાલનાં અંધારાનો આનંદ
ને એમાં ભળતો તૂટીને ભૂક્કો થયેલો તારો
તીવ્ર ખચકાટ
ઊજાસભર્યા એ ખંડની શ્વેત દીવાલ પર
ભરબપોરના ચાંદરણાની ભાતમાં
સમીપ સરકતા બે પડછાયાનું એ દૃશ્ય
કલ્પવાનું
મને ગમે છે.
#નિર્મોહી