આરવ ની અનામિકા ભાગ 6.....
આપડા ડિસિઝન આપણે જાતે જ લેવા કોઈપણ વ્યક્તિના ડિસિઝન સાંભળવા પણ છેલ્લે તો આપણા જ મનની વાત માનવી...
ત્યારે અનામિકાને થતું કે આરવ શું કામે આવી વાતો કરે છે... તેના મનમાં શું ચાલે છે.. વળી તે ઈશ્વરને પ્રાર્થના કરતી કે આરવ હંમેશા માટે મારી સાથે જ રહે તે મારાથી ક્યારેય દૂર ન થાય તે જલ્દી સ્વસ્થ થઈ જાય તો હું તેને ઘરે લઈ જાવ..
જ્યારે આરવ આવી વાતો કરે છે ત્યારે ગહેરી હતાશામાં સરી પડે છે ત્યારે અનામિકા વિચારે છે કે તારું ધ્યાન તે બીજે ક્યાંય રે બીજી વાતો કરે ગીત ગાય ખુશ રહે બીજા વિચારોથી આરવ દૂર થાય તે માટે પ્રયત્ન કરે છે પણ સારો તો જાણે હવે કંઈક છૂટી રહ્યું હોય તેમ અનામિકાની ઘણી બધી શિખામણ જ આપે છે અને ઘણી વખત તો અનામિકાને પ્રાર્થના કરતી વેળાએ એકીટસે જોયા કરે છે જ્યારે અનામિકા તેની તરફ જુએ છે ત્યારે તે પોતાની નજર ફેરવી લે છે અને બારી બહાર જોવા લાગે છે બારી બહાર એક નાનકડું શિવ મંદિર હોય છે સવાર-સાંજ ના આરતીના સમયે આરવ પણ મનોમન અનામિકા માટે જ તો પ્રાર્થના કરે છે હે દ્વારકાધીશ મારી અનામિકાને હંમેશા ખુશ રાખજે જેવી છે તેવી જ રાખજે એકદમ નિર્દોષ બાળ સહજ તેનું હાસ્ય હંમેશા તેના ચહેરા પર ઝગમગતુ રહે હંમેશા બીજાને મદદ કરવા તત્પર રહેતી મારી અનામિકા ખુશ રહે મારે બીજું કશું જ જોતું નથી...
આરવ અને અનામિકા બંને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરે છે પણ એકબીજા માટે જ કેટલો અતુટ પ્રેમ...