એક નવી જો ગઝલ લખી દઈએ.
શબ્દ સાચો અટલ લખી દઈએ.
શોધ સમજણ જરાક અંદર જઇ,
નાદ ગુંજન અસલ લખી દઈએ.
જો તું ભીતર ઝરણ સદા વહેતું,
ત્યાગ અંદર , સકલ લખી દઈએ.
આખરી તો મુકામ ક્યાં છે જો?,
પ્રેમ છે સત્ય મજલ લખી દઈએ.
હોય આનંદ બીજ ,કર્મો અહિં,
પામવા એ ફસલ , લખી દઈએ.
-મોહનભાઈ આનંદ