તારા સાથ નુ બ્યાનુ લઈને આવી છુ,
ઓયે, સાંભળ..તારા સાથ ને સાથ આપીશ,
એ વચન આપવા આવી છુ,
સાથ તારો, સાથ મારો, આ સાથ એવો સાથ છે,
આ જન્મથી અનેક જન્મોમાં તારા હાથમાં મારો હાથ છે
મારા સ્વપ્નના મકાનમાં, મારી દરેક પ્રાર્થનામાં તારો સાથ છે,
તારા સાથથી જીવનમાં ચમકતો અહેસાસ છે,
તારાથી દિવસો સંગીત અને રાત ગણગણતો અહેસાસ છે,
તારા સાથથી જીવન રંગીન ફુલવાડી છે,
મન ઉપવન હાસ્ય કરે અને જીવંત થઈ બધી કયારીઓ,
તારા સાથથી જીવન ફુલ સુંદર તારા મુખ સમ,
સુગંધમય છે જીવન મારુ તારી એવી ખાસ વાત છે.
ila sheth