સ્ત્રી ને કેન્દ્ર માં રાખી ને વાતો કરવા જઈએ તો અખૂટ છે.....
અધિકાર ની વાત આવે ત્યારે સ્ત્રી પાસે બે જ વિકલ્પ હોય છે....
એક ચૂપ રહેવું,અથવા બીજું લડી લેવું.....
ઘણાં કારણો છે સ્ત્રી ને ચૂપ રાખવાના.....
ઘણાં શીખામણ આપવા વાળા ધુરંધરો પણ એને મળશે....
જવા દે ને,
ભૂલી જા,
આવું તો ચાલ્યા કરે જીવન છે,
શું લઈ જવાની છે સાથે,
ગમે તે હોય પણ તારા ઘરના છે,
હવે વેવલી ના થા,પડતું મૂક....
આવા તીક્ષ્ણ ઘા વાળા શબ્દો થી સ્ત્રી ના મન ને વીંધી નાખશે,અને ચૂપ રાખવા પ્રયત્ન કરશે.....
પણ જ્યારે સ્ત્રી ને પોતાનું આત્મ સન્માન,પોતાની સ્વતંત્રતા ને આંચ ના આવવા દેવી હોય તો એ સ્ત્રીએ પોતાના માટે લડવું જ રહ્યું....
પછી સામે ભલે કોઈ પણ હોય....
બસ એને લડી ને પણ પોતાના માટે ઉભુ રહેવું જોઈએ....
સ્ત્રી ની સ્વતંત્રતા બધા ને નથી પચતી.....
ક્યાંક એને હેઠી પાડવા બધા જ હથિયારો સજ્જ રહે છે,
તો ક્યાંક
સ્ત્રી ને ઉની આંચ પણ નથી આવવા દેતાં એવા પણ ઘણાં જીવ આજે હયાત છે.....
જે સ્ત્રી ના સ્ત્રીત્વ ને માન આપે છે,એ જ એની મહત્તા સમજી શકે છે....
-@nugami