પાણીને પણ મથનારા હોય છે કેટલાક લોકો.
જળને મહિ માનનારા હોય છે કેટલાક લોકો.
જળમંથનમાંથી કદી દૂધ મળવું અસંભવ છે,
બંધ આંખે સમજનારા હોય છે કેટલાક લોકો.
તૃષા કદી મૃગજળ ના છીપાવી શકે હકીકત,
વાત પોતાની રાખનારા હોય છે કેટલાક લોકો.
આશાના તાંતણે બંધાઈને પુરુષાર્થ કરનારા,
હવાઈ મહેલ બાંધનારા હોય છે કેટલાક લોકો.
આખરે નિરાશાને નિષ્ફળતા આવે જીવનમાં,
કથીરને કંચન ગણનારા હોય છે કેટલાક લોકો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.