પર્યાવરણ દિવસ મનાવીએ, એક વૃક્ષ વાવીને;
વાતાવરણ શુદ્ધ બનાવીએ, એક વૃક્ષ વાવીને;
ઉકાળાથી ઉગાર્યા તુલસી જેવી જડીબુટ્ટીએ,
હવે એમને જળ ચળાવીએ, એક વૃક્ષ વાવીને;
આપણેજ બનીને હાથો કર્યું છે વૃક્ષોનું છેદન,
એજ હાથે વૃક્ષ ઉછેરીએ, એક વૃક્ષ વાવીને;
કેટલી જરૂર છે વાયુની સમજાયું મહામારીમાં,
હવે થોડી ગંભીરતા લાવીએ, એક વૃક્ષ વાવીને;
જીવન નથી શક્ય કોઈનું નીર કે સમીર વિના,
તો સૃષ્ટિથી હાથ મીલાવીએ, એક વૃક્ષ વાવીને;
નથી ઉધ્ધાર માનવનો હરીયાળી સૃષ્ટિ વગર,
"વ્યોમ" પણ સજાવીએ , એક વૃક્ષ વાવીને;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)