જાય છે
જિંદગીના પાઠ અનુક્રમણિકા પ્રમાણે નથી બદલાતા,
ચાલ પ્રમાણે પાઠ બદલાતા જાય છે.
જીવનપથ પર દિશાઓ સાચી મળે તો,
દિવો પણ સુરજ નું કામ કરી જાય છે.
નફરતનો દરિયો કદાચ હસીને પાર થઈ શકે છે,
લાગણીનું ખાબોચિયું ક્યારેક ડુબાળતુ જાય છે.
ખોવાનો ડર અને પામવાની આશા જ,
હંમેશા દુઃખની ગર્તમાં ધકેલાતી જાય છે.
બગડેલી ઘડિયાળ સમી થઇ પાછો સમય દેખાડે છે,
પણ બગડેલો સમય હાથમાંથી સરી જાય છે.
ઈશ્વરનો ન્યાય અદ્રશ્ય છે,
પણ કર્મ પ્રમાણે અરીસો દેખાડી જાય છે
ભાડાનું ઘર ગમે તેટલું સજાવીએ,
અંતે તો અળગું થઈ જ જાય છે.
ઉર્વશી એચ ત્રિવેદી