અંતરમાં રચ્યો આલેખ 'ને કર્યો લાગણીભર્યો હિસાબ ,
સરવાળો કર્યો સંબંધોનો છતાંયે પરિણામ શૂન્ય !
પ્રેમના નામે આવ્યા અનેક આકડા જેનો કર્યો ભાગાકાર ,
શોધવા નીકળી ભાગફળ તો જડ્યો નકારાત્મક જવાબ !
તોયે આ હ્દય નું ગણિત છે સાહેબ ,
જવાબ ભલેને જે મળે દાખલો હંમેશા પૂર્ણ ગણી લેવો !
Urmi❤️