Gujarati Quote in Thought by Chaitanya Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સ્વજનની વિદાયવેળાએ.

આમ અચાનક ઓચિંતું સૌને છોડીને ચાલ્યા જવાનું?
કુટુંબ પરિવાર સ્નેહી સંબંધીને મેલીને ચાલ્યા જવાનું?

ન ભૂલાય કદી એવી છબી અંકિત છે અમારા ઉરમાં,
આમ ભરવસંતે એકાએક કરમાઈને ચાલ્યા જવાનું?

હજી તો નાવ પહોંચી હતી મધદરિયે; દૂર કિનારાથી,
ને કોરોનાના ઝંઝાવાતે વળી સપડાઈને ચાલ્યા જવાનું?

વરસે છે આંખો અવિરત માતપિતાને પરિવારજનોની,
આમ એકલાં અટૂલાં મેલીને રિસાઈને ચાલ્યા જવાનું?

આપજે હરિવર એ આતમને શાંતિ શાશ્વત સદાએ,
સ્મરણો તારાં અમને વાગોળતાં કરીને ચાલ્યા જવાનું?

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Thought by Chaitanya Joshi : 111713782
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now