Gujarati Quote in Funny by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કપરા કાળ માં થોડું હસો*

*વાળ કાપવા ની દુકાન માં વાંચ્યું*
*"અમે તમારા દિલ નો નહી, પણ માથાનો બોજો જરુર હલકો કરીશું*"

*લાઇટ ની દુકાન માં લખ્યું હતું*
*"તમારા દિમાગની બત્તી ભલે ન થાય પણ અમારો બલ્બ જરુર સળગશે*"

*ચા વાળા એ પાટીયું મુક્યું હતું*
*"હું ભલે સાધારણ છું પણ ચા સ્પેશિયલ બનાવું છું*"

*એક હોટલ માં લખ્યું હતું*
*"અહીં ઘર જેવું ખાવાનું નથી મળતું ખચકાટ વગર પધારો*"

*એક ઇલેક્ટ્રોનિક ની દુકાન માં લખ્યું હતું*
*"તમારો કોઇ ફેન નથી ? વાંધો નહીં અહીંથી એક લઇ જાવ*"

*પાણી પુરી વાળા એ પાટીયું મુક્યું હતું*
*"દિલ મોટું નહી હોય તો ચાલશે, મોઢું મોટું રાખો અને આખું ખોલો*"

*એક ફળ વાળાએ તો હદ કરી,*
*"તમે ફક્ત કર્મ કરો ફળ અમે આપીશું*"

*ઘડિયાળ વાળા એ તો ગજબ કરી*
*"ભાગતા સમય ને કાંડે બાંધો અથવા દિવાલ પર લટકાવો*"

*જ્યોતિષી તો એકતા કપૂર નો ચાહક નીકળ્યો*
*"ફક્ત 100 રૂ માં તમારી જીંદગી ના આવનાર એપિસોડ જાણો*"

*વાળ ના તેલ ની કંપની એ એની બોટલ પર લખાવ્યું*
*"ભગવાન જ નહીં અમે પણ તમારો વાળ પણ વાંકો નહીં થવા દઇએ.*"

*તમે જેમ થોડું થોડું હસ્યા એમ બીજા ને પણ હસાવો અને સ્વસ્થ રહો, મસ્ત રહો.*

Gujarati Funny by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111713222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now