...#...મને વિશ્વાસ છે...#...
શું કહું યાર કે આટલો કેમ તારી પર
મને વિશ્વાસ છે....??
જો દિલ ખોલીને સાંભળ કે આમ
મને વિશ્વાસ છે...
સમજણની પેલે પાર,તારા અલ્લડપણાં પર,
મને વિશ્વાસ છે...
તારી આંખોમાં રહેલી મારા જેવી બેખોફતા પર,
મને વિશ્વાસ છે...
તારા ચહેરે નિતરતી ચાલાક માસૂમીયત પર,
મને વિશ્વાસ છે...
તારા એક અને એક અગિયારના જોડ પર,
મને વિશ્વાસ છે...
તારી વાતોમાં મને ખોવાના ડર પર,
મને વિશ્વાસ છે...
મહેફિલમાં તરવરતી તારી એકલતા પર,
મને વિશ્વાસ છે...
તારામાં ઊભરતા મારા એહસાસ પર,
મને વિશ્વાસ છે...
તારામાં રહેલા સૌથી અલગ અનોખાપણાં પર,
મને વિશ્વાસ છે...
જાણું છું આ શબ્દમાં જ છે વિષ નો વાસ,
છતાં તારામાં રહેલી મારા જેવી "અનોખીપ્રિત" પર,
મને વિશ્વાસ છે....
જેવો "કમલ" ને ભૃંગ પર,એવો જ તુજ પર,
મને વિશ્વાસ છે...