સમય મને ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે.
કટુ અનુભવને સાવ ભૂલવા વરસોના વરસો લાગે.
એ કોઈનોય ક્યારેય થયો નથી બદલ્યા કરે હંમેશાં,
સારી તક ગુમાવ્યા પછી જિંદગીમાં વસવસો લાગે.
ભૂપતિને ભિખારી બનાવનારું એ છે પરિબળ કેવું!
સફળતાની પળોમાં જાણે કે એ હૃદય સરસો લાગે.
સફળતા કે નિષ્ફળતા એ છે દેણગી બસ સમયની,
જ્યારે થાય અનુકૂળ વાતો પવન બસ ધસો લાગે.
પરિવર્તનનો છે પયગામ એનો સદા ન એકસરખો,
વિજયના આવેગને આવેશમાં જાણે કે નશો લાગે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.