ઉઠ જરા તું આગળ વધ,
રસ્તો ખરીદવો પડશે તારે ચાલી જવા મુકામ સુધી,
ઉઠ જરા તું આગળ વધ.
કાટાંળા યે ઝાખરા લઈને ગયા ઉભા છે વાટના નાકે,
માથુ ધરી રસ્તો ઉંચકે કહે છે મળ્યો બાપના ધાકે.
બાથ ભરે મૂલ્ક આખો ઉચકી લેવા ધરે છે ખાંધ,
છૂંટા ઘાઘરા જેવો ફરુકો ઉઠ જરાતુ આગળ વધ.
ઝેર ભરી તે આંખ ફરે સમજે દોસ્ત તું આંખ ભરીને,
ફેંણ તારા મસ્તક રાખી લાગ જુવે તે રાગ ભરીનેે.
પાંચાલી થઈને રહીશ સમજ તો કાલ મળશે જાધ,
ભર સભામા વસ્ત્રો હરશે ઉઠ જરા તું આગળ વધ.
ઉઠ જરા તું આગળ વધ,
રસ્તો ખરીદવો પડશે તારે ચાલી જવા મુકામ સુધી,
ઉઠ જરા તું આગળ વધ.
બાબુ સંગાડા મહેક