વિકલ્પ
આ કોરોના નો તહેવાર છે, જે બે બે વર્ષ થી ઉજવાઈ છે,
મંદિરો પણ બંધ છે , હવે પ્રભુ પણ ત્યાં મુંઝાય છે.
આવું ક્યાં સુધી ચાલશે ? ભક્ત, હવે તો નવા વિકલ્પ પણ સ્વીકારજે,
તું મન ને મંદિર બનાવશે તો તુજ સાથે પણ મુજને ફાવશે,
પૂજા વિધિ ની જરૂર નથી, ફકત મન ચોખ્ખું રાખજે,
શિખર ધજા વગર ચાલશે, જો ઉચ્ચ વિચારો આવશે.
ભંડાર ભરવા ની જરૂર નથી, જો દયા ભાવ હ્રુદય માં લાવશે,
ઘંટ નાદ ની પણ જરૂર નથી, જો સારાં ભાવ તારા જાગશે.
દીપ ધૂપની જરૂર નથી, ફક્ત અંતર પ્રજવલ્લિત રાખજે,
ફુલો વગર પણ ચાલશે, તું તુજ અંતર થી સુવાસ ફેલવાજે.
જયવંત બગડિયા ,/ કવિરાજ