ફરી તારી યાદો વર્તુળના
પરિધમાં જકડીને,
ઉભી છે ચારેકોર...
કયા ખૂણામાંથી,
કઈ જગ્યાએથી
ને ક્યારે નિકળીશ ?
જાળમાં પકડાયેલા પંખીની જેમ,
ફફડી,
તરફડી,
ને આક્રંદ કરું છું,
બહાર કાઢો મને કોઈ,
તેની યાદો ઝેર બની જાય,
તે પહેલાં કેદમાંથી,
ભાગી છૂટવું છે..,
નહોર મારી ભીતરથી,
બહાર ધકેલું છું.,
લોહીલુહાણ કરી સ્મૃતિઓને,
લાશ બનાવી તેની,
રાખની ભસ્મ મારા,
અસ્થિ કુંભમાં સમેંટી લીધી..
જેથી તે ફરી પાછી ના ફરે..
રૂપાલી ચોકસી "યશવી"