ગાલગાગા ગાલગાગા લગાલગા
સાવ સૂક્કો સાદ ચોગમ હજી સુધી
ઝાંઝવાના એજ પડઘમ હજી સુધી
રોજ ઉગતો સૂર્ય ઓઢી તિમિર અહીં
એજ વસમી રાત માજમ હજી સુધી
સુખ ઉભુ છે રાહ જોઈ કતારમાં
દુ:ખ રમે છે ખેલ અણનમ હજી સુધી
ના કબૂલાઈ દુઆ એજ પાક છે
આંખના આ અશ્રુ ઝમઝમ હજી સુધી
ક્યા હ્રદય ઢોળ્યુ અમે એમની કને?
વાત છે અકબંધ મોઘમ હજી સુધી
# કિરણ જોગીદાસ