Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વતનની યાદ..*

આંખ સામે બચપણની યાદો, ચિત્રપટની માફક પસાર થવા લાગે..
દાદા દાદી ના લાડ..
સખીઓ સાથેનો એ યાદગાર સમય..
શાળાના શિક્ષકો...
ઘર ,ગલી , મહોલ્લો..કેટલું બધું..
વતન ગામડું, શહેર કે દેશ હોય..
દેશની સરહદે રક્ષા કરતો સૈનિક હોય..
ઘરની સુખાકારી માટે સ્વજનોથી દૂર,
પરદેશમાં અર્થોપજન કરતો મોભી..
પરણીને સાસરે ગયેલ સ્ત્રી..
અભ્યાસ માટે છાત્રાલય રહેતા બાળકો..
ગરીબ મજદૂર થી લઈ શેઠ સુધી..
વતનની યાદ આવતા નયન સજળ..
હૈયે એક ટીસ..ઊઠે...
અંદરથી સાદ ઊઠે....
ચાલ આપણા મલકમાં..
જે જગ્યાનું નામ પડતાં મન રોમાંચીત થઈ જાય.
અંગ નર્તન કરવા લાગે..
યાદોનો સમંદર તોફાની બને..
એ વતનની પાવન ભુમિ,
માટીની મહેંકતી..હવાનો સ્પર્શ.
એને શ્વાસોમાં ભર્યા.
કેટલી યાદ વીટળાઈ વળે..
બંધ આંખે વતને નિરખી..
એક અહેસાસ સાથે..
શત શત સલામ ..

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now