Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી મીઠી છે એકલતા !
હૈયા સાથે મનની મમતા .

ખાલીપો લઇને બેસો તો ,
રગ -રગમાં પડધે આતમતા.

આપસમાં આ મળવું જાણે ,
વન વગડે મૌની નીરવતા .

હું હું -તું તું કરશું ત્યારે ,
આતમની લાગે પામરતા .

ખુદના વિસ્તારેલા દરિયે ,
મનમાં સરિતાની ચંચળતા .

રોતા રાગે મુરલી જેવું ,
લાગે રાધાની આતુરતા .

મનનું વાદળ ગોરંભાયું ,
વરસે અશ્રુની નિર્મળતા.
રક્ષા

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111711329
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now