જિંદગીમાં ચાર ડગલાં ચાલવા બસ તારો સાથ જોઈએ છે;
જિંદગીને થોડી રંગીન બનાવવા તારો સાથ જોઈએ છે.
જિંદગીના કપરાં સમયમાં અશ્રુધાર સાફ કરવા;
તારા હાથ રૂપે તારો સાથ જોઈએ છે.
તને જોરથી ભેટી;
તમામ તણાવ પળભરમાં દૂર કરવા, તારો સાથ જોઈએ છે.
જશ્ન જીતનું ખુશીઓથી મનાવવા;
તારા પગનાં થનગનાટ રૂપે તારો સાથ જોઈએ છે.
તને જોતાં દિલની ધડકનમાં આવતાં ફેરફારો;
તને સંભળાવવા તારો સાથ જોઈએ છે.
પોતાની છબી તારી આંખોમાં જોઈ;
મારી જાતને તારામાં અનુભવવા તારો સાથ જોઈએ છે.
ખોવાયેલી પોતાની જાતને;
તારામાં મેળવવા તારો સાથ જોઈએ છે.
-PARL MEHTA