આવરણને , હટાવીને જોઈ લેજો,
મરણ શું છે, મટાવીને જોઈ લેજો.
ખોળવાનું વજૂદ સાચુ છે જ અહિંયા,
મન જરા તું , મનાવીને જોઈ લેજો.
હોંશ હરગીઝ ક્યાંયે દેખાય છે જો ?
છોડ ચિંતા , ભગાવીને જોઈ લેજો.
કોણ જાણે ,ખરેખર નું સત્ય દર્શન,
તું બજારો , ભરાવીને જોઈ લેજો.
સમજદારી મહીં , દુનિયા હોય સાથે,
આપ આનંદ વાવીને , જોઈ લેજો.
-મોહનભાઈ આનંદ