હું જ દાટી દઈએ તો ખરું છે,
તું તું ટાળી દઈએ તો ખરું છે.
ભેદ તો ભાંજગડ માં હોય જોને,
હું વિસારી , દઈએ તો ખરું છે.
છે નકામો અહીં ,બકવાશ જીવન,
મૌન પાળી, દઈએ તો ખરું છે.
શબ્દ માંહી ,કવન જોને રસીલુ ,
ભાવે ઢાળી, દઈએ તો ખરું છે.
દર્દ દિલમાં ,હતાશા છે છતાં પણ,
આપ માણીએ ત્યા આનંદ ખરું છે.
-મોહનભાઈ આનંદ