મુકી ને જગત એક તું જોઇએ છે,
હશે એ શરત એક તું જોઇએ છે.
ખરાબે ચઢે જિંદગી આ કદી જો,
મને એ વખત એક તું જોઇએ છે.
સદા યાદ આવે મને વાત તારી,
સમીપે સતત એક તું જોઇએ છે.
નથી દૂર તો ક્યાં નિકટ છે ખુદાથી,
ભલે એ અછત એક તું જોઇએ છે.
બધા અંશ તારો ભલે હોય તોયે,
*મને તો ફક્ત એક તું જોઇએ છે.*
અર્ચના🌺