આ જિંદગીનો કોઇ કિનારો નથી રહ્યો.
ને જીવવાનો કોઇ ધખારો નથી રહ્યો.
કોઈક આવશે લઇ જાશે પરી મલક,
બસ રાહ જોજે એમ ઇશારો નથી રહ્યો.
જુઠ્ઠા જ સ્વપ્ન આંખ નિરખતી રહી સદા,
પહેલાંનો સ્વપ્નમાં ય નજારો નથી રહ્યો.
ને સાદ આપજો જ તમસમાં ફરી મળી,
ફરિયાદ નહિ કરીએ સહારો નથી રહ્યો.
તો અર્થ એક થાય તમારું જ છે બધું,
આ શ્વાસ,શબ્દને કો' ઇજારો નથી રહ્યો.
અર્ચના🌺
ગાગાલગા લગાલ લગાગા લગા લગા