એક સંવેદના રહી ગઇ તે!
મૌન આંખે કશું કહી ગઇ તે!
યાદમાં તો યુગો ગયા વીતી,
એ નિખાલસ સદી વહી ગઇ તે!
ને થયો છે લગાવ પીડાનો,
અશ્રુ સાથે અસર મહી ગઇ તે!
છે ભરોસો અતૂટ તારામાં,
તે ઝુરાપાને બસ સહી ગઇ તે!
શુ કરું એ નિષેધ લાદીને?
પ્રીત બ્હારે કદી નહી ગઇ તે!
અર્ચના🌺
ગાલગાગા લગાલ ગાગાગા