કો' પ્રણયમાં કાયમી નિષ્ફળ મળે !
એનું કિસ્મત થોડું ત્યાં નિર્બળ મળે !
આજીવન બીજું ઘણું મળતું રહે!
પ્રેમની તો માંડ થોડી પળ મળે!
બસ, બધું કેવું તરત બદલાય છે ,
જ્યાં હતું જળ, સ્થળ હવે નિર્જળ મળે !
ચાલનારું સાથે ના કોઈ મળે,
કોઈ આગળ યા કોઈ પાછળ મળે !
રાહ સૌ વરસાદની જોતાં ને ત્યાં
જળ વગરનું ખાલીખમ વાદળ મળે !
- હેમંત મદ્રાસી