આંખમાં શમણાંનું જો સરવર મળે,
પાળ પર કોઈ જૂનું પગરણ મળે
સુર્યનાં કોમળ એ પડછાયા નીચે
વાદળીની ઝૂલ પર ઝાકળ મળે
પાનખરને શ્રાપ એવો વૃક્ષનો,
પાન ખરતાં પાલવે કૂંપળ મળે,
ભીતરે એવી તરસ જો વલવલે,
દોડતાં મૃગ ઝાંઝવે,પગરવ મળે
છે મને સંતોષ જોઈને ઝલક,
કાશ! એની પણ નજર વિહ્વળ મળે,
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'