પરવારવાની વાત
આંખ ખૂલે વહેલી સવારે
કે પરવારતાં પહેલાં
જોઈ લઉં ઝટપટ ફેસબુકમાં
મિત્રોના લાઇક્સ, કોના અને કેટલા તે!
પ્રતિભાવની ના આકાંક્ષા ...
ના આવે તે જ સારું!
ચાલો, પરવારું હવે!
પણ એમ ક્યાં પરવારાય છે?
હજુ નહાવાનું તો બાકી ને
વ્હોટ્સએપની ઘંટડીઓ રણકવાની શરૂ ...
નહાતા પહેલાં જોઈ લઉં ધીરજ રાખીને, ઝટપટ
વ્હોટ્સએપિયા લાડીલા મિત્રોના પ્રતિભાવ ...
કોક સાવ મોળા, કોક કડવા, કોક તુરા, કોક તીખા ય!
મીઠા તો ક્યાંથી હોય?
જ્યાં મારામાં જ મીઠું ના હોય!
ચાલો નાહી નાખું જ હવે!
ને પરવારું, જો પરવારાય તો!
- હરિહર શુક્લ