અપેક્ષા કરો છો તમે તો તમે છો,
છતાં કમ.મળો છો તમે તો તમે છો.
તમોને કિનારે લગાવું પરંતું,
વહાવે વહો છો તમે તો તમે છો.
તમારી કલમ ના લખાણો અનુઠા,
સમયને ઘડો છો તમે તો તમે છો.
પ્રભાવી પ્રયાસો સહજભાવ ધારી,
પ્રહારો કરો છો તમે તો તમે છો.
વિષમ દાખલા ના પ્રયોગો બતાવી,
પલાખાં ગણો છો તમે તો તમે છો.
ઉમળકા સજાવી નિગાહો ના માસૂમ,
સપન માં રહો છો તમે તો તમે છો.
માસૂમ મોડાસવી