ઉદાસી તો કાયમ અમોને વરી છે.
મહેનત ગઝલમાં કલમની ખરી છે.
નથી આવડી શાયરી કૈં અમસ્તી,
અમે પણ વડીલોની ચલમો ભરી છે.
નથી યાદ ક્યારે પ્રણયમાં પડ્યા'તા,
સ્મરણ છે અમે બસ મહોબત કરી છે.
દિવાલો મળીને સુવાવડ કરાવી,
કે ઘડપણ શું જન્મ્યું વ્યથા આકરી છે.
ભરી બાથ રોઈ રહ્યા છે કમલને,
મુલાકાત એની હવે આખરી છે.
ક.પા.