Please note: This piece is put here for wider circulation. The original author is unknown to me.
***
The final judgement:
**
એક ફેમીલી કોર્ટ માં એક સુંદર લેડીઝ અને જજ છૂટાછેડા ના એક કેસ માં ....
જજ –મેડમ ,તમે છુટાછેડા ક્યાં ગ્રાઉન્ડ પર માંગો છો ?
લેડીઝ –ગ્રાઉન્ડ માગી ને મારે શું કામ સાહેબ, અમારી પાસે બે વીઘા જમીન છે અને એની પર અમારો સરસ બંગલો ય છે . ..
જજ –અરે, હું એવું પુછુ છું કે, છુટાછેડા માગવાનો તમારો પાયો શું છે ?
લેડીઝ –પાયો તો સાહેબ એકલો સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવેલો છે ..
અમારું ઘર જલ્દી તૂટશે નહી ..
અમારા એમણે જાતે ઉભા રહી ને પાયા માં બહુ પાણી નાખેલું છે ..
જજ –અરે મેડમ હું પુછુ છું કે છૂટાછેડા તમે ક્યાં આધાર પર માંગો છો ..?.
લેડીઝ –કોઈ આધાર નથી સાહેબ, આધાર નો નમ્બર માંગ્યો છે પણ હજુ આવ્યો નથી ..
આધાર વાળા એવું કહેતા હતા કે તમારું આધાર કાર્ડ ઘરે પોસ્ટ કરશે ...
જજ ગુસ્સે થઇ ગયા – અરે દેવીજી હું તમને બે હાથ જોડી ને પુછુ છું કે તમે છૂટાછેડા શું કામ માંગો છો ?
લેડીઝ – મેં ક્યાં છુટા છેડા માંગ્યા છે ..? એ તો મારા હસબંડ માંગે છે ..
જજ એ લેડીઝ ના પતિ તરફ ફરી ને ખુબ કંટાળી ને – ભાઈ તમને આમની સાથે શું પ્રોબ્લેમ છે તે છૂટાછેડા માંગો છો ?
લેડીઝ નો પતિ –સાહેબ તમે હમણાં જે લમણા લીધા અને ખાલી દશ મિનીટમાં કંટાળી ગયા,, તો મારે તો રોજ 24 કલાક એની સાથે આવા રોજ ના લમણા લઇ ને કેમ નું જીવવું ..?
જજ સાહેબ હાલ તો માથા ના દુખાવા ની ગોળી લઇ મુદત આપી ને રજા પર ઉતરી ગયા છે .,..પણ મિત્રો તમારે આ કેસ નું જજમેન્ટ આપવાનું હોય તો શું આપો ?
**
The most probable decree would be:
in the favour of the husband! (##).
***
(##): But the case can be pursued by going into the details of complaints, if any, by the wife about the husband; in this situation both the lawyers will earn more livelihood.
*****