કહો, આંકડા શું કહે ?
વાત તમારી માની લેશે, લોક- રાંકડા શું કહે ?
કહો, આંકડા શું કહે ?
કેટલાં ઘરનાં તૂટ્યાં મોભ ? કેટલાં બૂઝ્યાં દીવા ?
કેટલાં મીટર દોરી લઇને તમે આંકડા સીવ્યાં ?
ઉડીઉડીને આંખે વળગે, ખાલી- બાંકડા શું કહે ?
કહો, આંકડા શું કહે ?
જીવતેજીવતાં તમે આંકડા કફન ઓઢાડી ઢાંક્યાં ;
તમે જ ભૂલથી તમારા ઘરમાં સાપ સાલવી રાખ્યાં.
સળવળ સળવળ થાય હવે એ, કહો રાફડાં શું કહે ?
કહો, આંકડા શું કહે ?
તમે આંકડા તોડમરોડી પધરાવી દીધાં જળમાં ;
નદિયું ભાગીદાર બની નહિં, ક્યાંય તમારા છળમાં.
સમશાનોમાં ખૂટી પડ્યાં'તાં- કહો, લાકડાં શું કહે ?
કહો, આંકડા શું કહે ?
-રાધિકા પટેલ-